અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલય ખાતે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ બોલાવી ગરબાની રમઝટ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

GIDC વિસ્તાર સ્થિત ચાણક્ય વિદ્યાલય દ્વારા આયોજન

શાળામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

પારંપરિક વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ રમઝટ બોલાવી

સર્વશ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા

મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ગરબામાં જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે શાળાના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના નર્સરીથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા. સર્વે ભેગા મળીને માતાજીની આરતી કરી હતીઅને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ શાળાના નાના ભૂલકાઓએ મહિસાસુર મર્દિનીનું નાટક અને નવદુર્ગાની સ્તુતિ નૃત્ય સ્વરૂપે રજૂ કરી નવરાત્રીનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. પારંપરિક પહેરવેશ અને સર્વશ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી તેમજ મુખ્ય અતિથિ નીતા પટેલઆચાર્ય સુવાર્ણ પાટીલઅતુલા સુર્વે અનેરીબહેને આ પ્રોગ્રામમાં વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories