ચાંદીપુરાનો કહેર : 21 બાળકોના મોત નિપજતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.

New Update

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છેત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છેજ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.

તબીબી સૂત્રો અનુસાર ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય કેજે બાલુમાખી તરીકે ઓળખાય છેઅને તેના કરડવાથી વાયરસ ફેલાય છે. માખી મકાનોની દિવાલોની અંદર કેબહારની તિરાડમાં રહે છે અને અંધારિયોહવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છેત્યારે સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. તેવામાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક 4 વર્ષના બાળકનું મોત થયું છે. સયાજી હોસ્પિટલમાં હાલમાં 7 બાળક સારવાર હેઠળ છેજેમાં 5 બાળક ICUમાં દાખલ છે. અત્યારસુધી વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતીપણ હવે અમદાવાદવડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. જા3ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નવા 3 દર્દીમાંથી એક બાળદર્દીનું મૃત્યુ થયું છે.

હાલ તમામ 4 દર્દી ICUમાં સારવાર હેઠળ છે. તરફરાજકોટમાં પણ 5 શંકાસ્પદ દર્દીના મોત થયા છે. પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાટડી ગામે તેમજ મોરવા હડફ તાલુકાના ખાબડા-ખાનપુર તથા ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી આપવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કેચાંદીપુરા વાઇરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં થશેજેથી સેમ્પલને હવે પુણે મોકલવા નહીં પડે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે. એટલે ઝડપથી રિપોર્ટ પણ મળી રહેશે.

રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

તો બીજી તરફ, રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં રાજ્યમંત્રીએ બાળ દર્દીઓના આરોગ્ય અંગે વિગતો મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

Latest Stories