રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ, આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું...

ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે, અને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે

Chandipura-virus
New Update

ગુજરાત રાજ્યમાં વરસાદે ધબધબાટી બોલાવવાની સાથે રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. મચ્છર અને માખીથી સહેલાઈથી ફેલાતા ચાંદીપુરા સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

હાલ વરસાદી મોસમની શરૂઆત થવાની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છેજોકેતાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છેઅને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે. જે મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે.

બાળકોને સખત તાવ આવવોઝાડા-ઉલટીશ્વાસ લેવામાં તકલીફ થવીમગજનો તાવ કેખેંચ આવવી જેવા લક્ષણો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8 જેટલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા પણ સંક્રમિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે દવાનો છંટકાવ સહિત વાયરસનો ફેલાવો અટકાવવા માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. તો બીજી તરફવાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓથી પણ દવાખાના ઉભરાય રહ્યા હોવાનું સામે આવ્યું છે.

#આરોગ્ય વિભાગ #Viral Infaction #વાયરલ ઇન્ફેક્શન #Chandipura virus #ચાંદીપુરા વાયરસ
Here are a few more articles:
Read the Next Article