/connect-gujarat/media/post_banners/29f6066fa29f629ba2a36da8659ec22ffe0e72d536555e9ecd992f509ad79fc8.webp)
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલી અને બઢતી નો સિલસિલો શરૂ થયો છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજે 42 ડેપ્યુટી કલેકટર ની બદલીના આદેશ છૂટ્યા છે, જ્યારે 26 મામલતદારની બઢતી આપીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. ચૂંટણી પહેલા વહીવટી માળખા માં મોટો ગંજીયો ચીપાયો છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેકટર ની બદલીના આદેશ અપાયા છે.આમ ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર તમામ વિભાગમાં બદલી કરી રહી છે મળતી માહિતી મુજબ આવનાર સમયમાં અનેક અધિકારીઓ અને ઓફિસરોની બદલી પણ કરવામાં આવશે