છોટાઉદેપુર : AAP દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઈ,ભાજપના તા.પં.ના કારોબારી અધ્યક્ષ સહિત 7 હજારથી વધુ લોકો આપમાં જોડાયા

છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસાભનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • આપ દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઈ

  • MLA સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ચૈતર વસાવાના ભાજપ પર શાબ્દિક પ્રહાર

  • ભાજપ છોડીને 7 હજાર કાર્યકરો આપમાં જોડાયા

  • તા.પં.ના કારોબારી અધ્યક્ષ પણ આપમાં જોડાયા 

  • ભાજપથી નારાજ થઈને પક્ષ છોડ્યો 

છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતમાં ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાથે 7 હજાર જેટલા લોકો આપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસાભનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.આ જનસભામાં ભાજપથી નારાજ થઈને રાજીનામું આપી દેનાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા કાર્યકરો સાથે લગભગ 7 હજાર લોકો આપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજેશ રાઠવાનું કહેવું છે કે તેવો ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં તેમની વાતની અવગણના કરવામાં આવતી હતી.તેમનું કહેવું છે કે તેવો આદિવાસી લોકોના હક્ક માટે લડી રહ્યા છે. સ્કૂલમાં શિક્ષકોની અછત હોય,હોસ્પિટલમાં ડોક્ટરોની અછત,ખખડધજ રસ્તા,બિસ્માર બનેલા પુલના નવીનીકરણ,આદિવાસી સમાજના લોકોની રોજગારી બાબતે તંત્રમાં આવેદનપત્ર આપ્યું હતું,ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એસટી  બસની પૂરતી સુવિધા ન મળતા બાળકો સાથે આંદોલન કર્યું પરંતુ ભાજપના નેતાઓને કોઈ અસર ન થતાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અને ભાજપ છોડી તેમના તમામ કાર્યકરો સાથે આપમાં જોડાયા હતા.

છોટાઉદેપુર ખાતે આવેલા ચૈતર વસાવાની ગુજરાત જોડો સંમેલનમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સાથે સરપંચો સહિત સાત હજાર લોકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે,ત્યારે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ લોકો ભાજપથી કંટાળીને આમ આદમી સાથે જોડાયા છે. રાજેશ રાઠવા જોડાવાથી અમારી ટીમ મજબૂત બની છે.જેને લઈ આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે મળીને લડીશું. વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેમને ભાજપમાં જોડાવા માટે અને મંત્રી બનાવવાની લાલચ આપી હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.

Latest Stories