છોટાઉદેપુર : 61 વર્ષ બાદ ભેંસવહી ગામમાં આવ્યો રૂડો અવસર, દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા સાથે ગામસાંઈ ઇન્દની ઉજવણી...

છોટાઉદેપુર જિલ્લાના ભેંસવહી ગામમાં 61 વર્ષ બાદ રૂડો અવસર આવ્યો છે. ગામમાં દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગામમાં 10 દિવસ ગામસાંઈ ઇન્દની ઉજવણી ચાલશે.

New Update
  • 61 વર્ષ બાદ ભેંસવહી ગામમાં આવ્યો રૂડો અવસર

  • ભેંસવહીમાં ધામધૂમપૂર્વક ગામસાંઈ ઇન્દની ઉજવણી

  • પરંપરાગત વિધિ સાથે દેવોની બદલી પેઢી બદલાય

  • ગ્રામજનોએ સહભાગીદારી દાખવી ઉત્સવ મનાવ્યો

  • દેવ સ્થાનોનું નવીનીકરણ કરી 10 દિવસનો ઉત્સવ 

આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાઈ પોતાની કલાસંસ્કૃતિ અને પરંપરાઓની વિરાસતને આજે પણ સાચવીને બેઠો છેત્યારે ભેંસવહી ગામમાં 61 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા સાથે 10 દિવસીય ગામસાંઈ ઇન્દની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના ભેંસવહી ગામમાં 61 વર્ષ બાદ રૂડો અવસર આવ્યો છે. ગામમાં દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગામમાં 10 દિવસ ગામસાંઈ ઇન્દની ઉજવણી ચાલશે. આ ઉત્સવને ઉજવવા માટે ગામમાં રહેતા 850 પરિવારોમાં પ્રત્યેક પરિવારે 1500 રૂપિયા જેટલું યોગદાન આપ્યું છેતો સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો 12 હજાર જેટલું અનુદાન આપી રૂ. 15 લાખના ખર્ચે 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવેમ્બર મહિનાથી શરૂ થઇને ફેબ્રુઆરી મહિના સુધી ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ ગામની એકતા અને સહભાગીદારી થકી ગામની સુખાકારી જાળવાય રહેગામની પ્રગતિ થાય તેવી માન્યતા અને આસ્થા સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવ સ્થાનોનું નવીનીકરણ કરી 10 દિવસનો ઉત્સવ ઉજવી ગામસાંઈ ઇન્દની ઉજવણી શરૂઆત ભેંસાવાહી ગામથી થઈ છે. જોકેઆ ધાર્મિક ઉત્સવની ઉજવણી પછી માર્ચ મહિનામાં હોળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થાય છેઅને અખત્રીજથી વરસાદના આગમન સુધી પીઠોરાના ઉત્સવ ઉજવવાની પરંપરા આજે પણ સચવાયેલી જોવા મળે છે.

આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાઈ પોતાની કલાસંસ્કૃતિ અને પરંપરાઓની વિરાસતને આજે પણ સાચવીને બેઠો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગામના દેવી - દેવતાઓના આયખા સાગના લાકડામાંથી બનાવેલા હોય અને આદિ-અનાદિ કાળથી પ્રાકૃતિક વાતાવરણમાં ખુલ્લી જગ્યા પર સ્થાન આપવામાં આવેલું હોય છે. જેણે લઈને વર્ષો બાદ દેવી- દેવતાઓના આયખા જીર્ણ થઇ ગયા હોય જે આયખાઓના નવીનીકરણની પ્રક્રિયાને દેવોની પેઢી બદલીઅથવા તો દેવોના લગ્ન લીધા તેમ માનવામાં આવે છે.

Latest Stories