છોટાઉદેપુર : ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થતા રંગોળીના ઉદ્યોગ પર પડી અસર,કામદારો બન્યા બેરોજગાર

છોટાઉદેપુર જિલ્લાના એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો છે.જેના કારણે ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે.

New Update
  • ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થતા હાલાકી

  • ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ ન મળતા ઉદ્યોગ બંધ

  • રંગોળીના ઉદ્યોગ પર પડી માઠી અસર

  • કામદારોમાં સર્જાયો બેરોજગારીનો ડર

  • મુખ્યમંત્રી સુધી રજૂઆત બાદ પરિણામ શૂન્ય

છોટાઉદેપુર જિલ્લાના એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો છે.જેના કારણે ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે.

છોટાઉદેપુર તાલુકા વનાર અને જામલા વિસ્તારમાં આવેલા સફેદ પથ્થરોની 26 જેટલી ખાણો આવેલી છે. આ ખાણોમાંથી પથ્થર કાઢીને તેનો પાવડર બનાવતી લગભગ 132 જેટલી ફેક્ટરી આવેલી છે. જેનો ડિટર્જન પાવડર,સાબુ,પુટ્ટી,કલર,સિરામિક ટાઇલ્સ જેવા વિવિધ ઉદ્યોગમાં થતો હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવાર હોય લોકો પોતાના ઘરના આંગણાને સુશોભિત કરવા માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.તે છોટાઉદેપુરમાં આવેલ ફેક્ટરીમાં બને છે. કારખાનામાં કામ કરતા કામદારોને ચિંતાએ વાતની છે કે તેમની રોજીરોટી હવે છીનવાઈ જશે કારણ કે ખાણોમાંથી આવતો પથ્થર હવે બંધ થયો છે.

છેલ્લા ત્રણ માસથી ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા કામદારોની રોજીરોટીનો સવાલ ઉભો થયો છે.આ વિસ્તારના આદિવાસી કામદારો માટે પણ હવે સવાલએ ઉભો થયો છે કે તે હવે રોજગારી માટે ક્યાં જાય,આવનાર સમયમાં તેમણે વતન છોડવું પણ પડે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.જોકે તંત્રમાં વારંવારની રજૂઆત કરવામાં આવી છે.મુખ્યમંત્રીને પણ કારખાનાના માલિકો અને લિઝ ધારકો મળી ચૂક્યા છે. પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી,તેમનું કહેવું છે કે આ એક જ માત્ર છોટાઉદેપુરના ઉદ્યોગ છે જે બંધ થાય તો ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ જશે તેથી જલ્દી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories