છોટાઉદેપુર: આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામમાં પુલ ન બન્યો, ગ્રામજનો ધસમસતા પાણી વચ્ચેથી જીવના જોખમે થાય છે પસાર

છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામના લોકો આઝાદીના વર્ષો બાદ પણ પુલના બનતા નદી પાણીમાંથી પસાર થઈ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે મજબૂર બન્યા છે. 

New Update
  • છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવા પોકળ

  • બોકડીયા ગામના લોકો મુશ્કેલીમાં

  • નદીના ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબુર

  • ગામ લોકો બને છે સંપર્ક વિહોણા, પુલ બનાવવાની માંગ

સરહદી વિસ્તારમાં આવેલ ગુજરાતનું છેવાડાનું અને છોટાઉદેપુરના  બોકડિયા ગામની વસ્તી લગભગ 4000ની આસપાસ છે. આ ગામની પરિસ્થિતિ એ છે કે જે નદી ગામ વચ્ચેથી પસાર થાય છે તેને લઇ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. એક વિસ્તારના લોકોને ગામના બીજા ભાગમાં જવું હોય તો નદીમાં થઇને જ પસાર થવું પડે છે.ચોમાસાના સમયે તો ગામના લોકોની દશા અતિદયનીય બની જાય છે. કોતરના ધસમસતા પ્રવાહમાં થઈ સામે કિનારે જવું મુશ્કેલ હોઈ ચોમાસાના સમયે અહીના લોકો સંપર્ક વિહોણા બની જાય છે.
ગામના એક ભાગમાં  આંગણવાડી આવેલ છે .બાળકોને સામે કિનારે મોકલવા હોય તો પાણીમાં થઈ ને જ પસાર થવું પડે છે. ચોમાસા સમયે તો સ્કૂલ કે આંગણવાડીમાં બાળકોને વાલીઓ મોકલતા પણ નથી જેથી તેમના અભ્યાસ પર સીધી અસર થાય છે. ખેડૂતો સામે કિનારે આવેલા ખેતરોમાં જઈ શકતા નથી. તો બીમાર વ્યક્તિને કોતરમાં પાણીના ભારે વહેણ વચ્ચે હોસ્પિટલ કેમ કરી ને લઇ જવું તે તેમના માટે મોટો સવાલ ઉભો થાય છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં પુલ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories