/connect-gujarat/media/media_files/2025/11/27/sakheda-police-2025-11-27-18-43-24.jpg)
છોટાઉદેપુર જિલ્લાના પીપળ સટ ગામે રહેતી મહિલાએ પોતાની 8 મહિનાની માસુમ બાળકીને પાણીના હોજમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પીપળ સટ ગામની મહિલા સંગીતાબેન તેમના પતિ ગિરીશ ભીલ અને 8 માસની દીકરી હંશિકા સાથે રહેતા હતા.તેઓએ પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે સંગીતાના પિતા તેને પરત લઇ જવા માંગતા હતા, ત્યારે તેમના પતિને બાળકી માટે બજારમાં બિસ્કિટ લેવા માટે મોકલ્યા હતા અને પરત તેઓ ઘરે આવતા પત્ની સંગીતા અને માસુમ હંશિકા ઘરે ન દેખાતા ચિંતામાં મુકાયા હતા. તેઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી.જો કે બાળકી પાણીના હોજમાં તરતી જોવા મળી હતી અને બાદમાં સંગીતા નજીકના એક ખેતરમાં લીમડાના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
સર્જાયેલી ઘટનાને પગલે ગિરીશ ભીલ અને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.સમગ્ર બનાવની જાણ સંખેડા પોલીસને થતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે માતા અને દીકરીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.અને હાલ પોલીસે માતાના આપઘાત અને બાળકીના મોત પાછળનું કારણ જાણવા માટેની તજવીજ શરૂ કરી છે.