Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : તીર-કમાન બનાવનારની હાલત કફોડી, કોરોનાના કારણે ગૃહ ઉદ્યોગથી ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ...

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગારો પર સીધી અસર પડી રહી છે.

X

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગારો પર સીધી અસર પડી રહી છે. નાના ગૃહ ઉધ્યોગથી પોતાના પરિજનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પાયમાલીને આરે આવેલા છોટાઉદેપુર જિલ્લાના ગૃહ ઉદ્યોગો હવે સરકારની મદદ ઈચ્છી રહ્યા છે.

કોરોના મહામારીને લઈ નાના ધંધા અને ગૃહ ઉદ્યોગો ચલાવતા લોકો પર સીધી અસર જોવા મળી છે. માંડ માંડ પોતાનું અને તેમના કારીગારો ગુજરાન ચલાવતા થયા ત્યાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દેતા તંત્ર દ્વારા ફરી એકવાર કોરોના ગાઈડલાઈનની કડક અમલવરી કરવામાં આવી રહી છે. મેળવડા પર રોક લગાવતા નાના વેપાર ધંધાવાળા પોતે બનાવેલ માલ-સામાન વેચી શકતા નથી. આવો જ એક ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે રહેતા અરવિંદ રાઠવા. કે, જેઓ તીર અને કમાન બનાવી હાટ બજાર, આદીવાસી સંમેલનો અને છૂટક રીતે વેચાણ કરે છે. પરંતુ અરવિંદ રાઠવાના ગૃહ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Next Story