Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: ઓરસંગ નદી પરના બ્રિજના પાયા થયા ખુલ્લા,મોટી હોનારતનો ભય

બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે

X

છોટાઉદેપુર જિલ્લાના પાવેજેતપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે.

વર્ષો પહેલા ઓરસંગ નદી ઉપર સામે કિનારા ને જોડવા માટે આ વિસ્તાર ના લોકો એ ભારે રજૂઆતો અને આંદોલન કર્યા બાદ કરોડોના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવા માં આવ્યું હતું . પાવીજેતપુર અને સામે કિનારે આવેલા 400 થી વધુ ગામના લોકોને અવર જવર કરવા માટેનો લાભ મળી રહ્યો છે. અંદાજિત 700 મીટરના આ બ્રિજના 21 જેટલા પીલરો આવેલા છે જેમના 12 પીલરોના પાયા ખુલ્લા થઈ ગયા છે.10 થી 12 ફૂટના પાયા ખુલ્લા થતાં લોકોમાં એક ચિંતા જોવા મળી રહી છે કે ઓરસંગ નદીમાં જો ભારે પૂર આવે તો પુલ ધરાસાઈ થઈ શકે. જે પરિસ્થિતીનું નિર્માણ થયું છે તેનું કારણ આ વિસ્તારના લોકો ભારે પ્રમાણમાં રેતી ના ખનનને ગણાવી રહ્યા છે . પૂલની બંને બાજુ એ જે પ્રમાણે રેતી ઉલેચાઇ રહી છે તેને લઈ નદીની રેતીના તળ નીચે જય રહ્યા છે અને જે પૂલ ન આધાર પિલરો છે તેના પાયા ખુલ્લા થઈ રહ્યા છે. જેથી આ વિસ્તાર ના લોકો રેતી ખનન પર રોક લગાવે તેવી માંગ કરી રહ્યા છે.

Next Story