છોટાઉદેપુર : પ્રવાસીઓને આકર્ષવા લિંડા ગામ નજીક પ્રવાસન વિભાગે બનાવ્યું આબેહૂબ કુત્રિમ ગામ...

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા ગામ નજીક રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કુત્રિમ ગામડુ ઊભું કરવામાં આવ્યું છે.

New Update
છોટાઉદેપુર : પ્રવાસીઓને આકર્ષવા લિંડા ગામ નજીક પ્રવાસન વિભાગે બનાવ્યું આબેહૂબ કુત્રિમ ગામ...

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા ગામ નજીક રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કુત્રિમ ગામડુ ઊભું કરવામાં આવ્યું છે. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.

શહેરોમાં કેટલાક એવા પણ લોકો હસે કે, જેમને ગામડાના વાતાવરણનો અનુભવ પણ નહી હોય, ત્યારે કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના મકાનો અને તેમની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા નસવાડી તાલુકાના લિંડા ગામ નજીક કુત્રિમ ગામડુ ઊભું કરવામાં આવ્યું છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો પણ શહેરોનું અનુકરણ કરતાં થયા છે. ગામડાઓમાં હવે કાચા મકાનોની જગ્યાએ પાકા મકાનો બની રહ્યા છે. આવનારા સમયમાં ગામડાનું કદાચ ચિત્ર પણ કઈક અલગ હસે તેવું લાગી રહ્યું છે, ત્યારે મધ્ય ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો હોય કે, પછી કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ પોતાની સંસ્કૃતિને બચાવી રહ્યા છે.

કુદરતી સાનિધ્યમાં રહેવાનું અને તેમની જૂની પ્રણાલીને ટકાવી રાખવામાં માનનારા લોકોના ગામડાઓને જોવાનો અનેરો લ્હાવો હોય છે. જેને લઈ પ્રવાસન વિભાગ દ્વારા લીંડા ગામ નજીક કુત્રિમ ગામડું વિકસાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદીવાસી સમાજના લોકોની સંસ્કૃતિ તેમના મકાનો કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ગામડાઓની ઝાંખી કરાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા લગભગ રૂપિયા 40 લાખનો ખર્ચ કરી કુત્રિમ ગામડું બનાવવામાં આવ્યું છે. જોકે, આ ગામથી 20 કિમી દૂર સ્ટેચ્યું ઓફ યુનિટ આવેલુ છે. અહી દેશભારમાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ લોકોને પણ પોતાના ગામડાનો અનુભવ થાય તે માટે કુત્રિમ ગામડું ઊભું કરવામાં આવ્યું છે. આ ગામના મકાનોની દીવાલ પર પિઠોરાનું પેંટિંગ, ગામડાની શેરી, ફાનસ, બળદ ગાડા સહિત લીપણના કાચા મકાનો બનાવવામાં આવ્યા છે. જે જોતાં અહી આવતા પ્રવાસીઓ આનંદવિભોર બની રહ્યા છે.

Latest Stories