અમરેલી જિલ્લામાંથી ફરી ચાર પગનો આંતક સામે આવ્યો
ધારીના ગોપાલગ્રામ વિસ્તારમાં બાળક પર દીપડાનો હુમલો
બનાવના પગલે ગંભીર ઇજા પહોચતા બાળકનું કરૂણ મોત
ACF સહિત વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા
3 જેટલા પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પુરવાની કવાયત
અમરેલી જિલ્લા ધારી તાલકાના ગોપાલગ્રામ વિસ્તારમાં દીપડાના હુમલામાં ખેતમજૂરમાં બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, વન વિભાગ દ્વારા 3 જેટલા પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જેમાં સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનો ભોગ લેવાયો હતો.
મૃતક સાહિલ પોતાના પરિવાર સાથે વાડીમાં હતો. તે સમયે તુવેરના ખેતરમાં છુપાયેલા દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલા બાદ બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને તાત્કાલિક ગોપાલગ્રામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જ્યાં વન વિભાગે દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં 3 જેટલા પાંજરા ગોઠવ્યા છે.