છોટાઉદેપુર: નસવાડીમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય,બે બાળકોના અપહરણનો નિષ્ફળ પ્રયાસ

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી.

New Update

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી.

જોકે બાળકોએ ચતુરાઈ વાપરીને  અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને ભાગી ગયા હતા,અને આપવીતી પ્રાથમિક શાળાના આચાર્યને જણાવી હતીઆ અંગે શાળાના આચાર્યએ પોલીસને જાણ કરીને જરૂરી તપાસ માટે જણાવ્યું હતું,સર્જાયેલી ઘટનાને પગલે વાલીઓમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસર ગામનો ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી  પિતા સાથે શાળાએ જવા માટે નસવાડી ખાતે આવ્યો હતો,અને પિતા ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવાથી બાળકને નસવાડીના જકાતનાકા વિસ્તારમાં ઉતાર્યો હતો. બાળક શાળાએ જવા માટે ચાલતો જતો હતો.તે વખતે ફોર વ્હીલર ગાડીમાં ત્રણ જેટલા લોકો મોઢા ઉપર માસ્ક બાંધીને આવ્યા હતા,અને બાળકનો હાથ પકડી લીધો હતો,તેમજ ગાડીમાં બાળકને ખેંચવાનો પ્રયાસ કરતા બાળક હિંમતભેર અપહરણકર્તાઓનો હાથ છોડાવીને ભાગ્યો હતો. જ્યારે થોડા સમય પછી રતનપુર ગામનો બાળક આ જગ્યાની નજીકમાં પાણીની પરબ પાસે પાણી પીવા માટે ગયો હતો. તે વખતે બીજી અપહરણ ટોળકી પાણી પિતા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ભરચક વિસ્તાર હોવાથી એક બાઈક ચાલક પાણીની પરબ પાસે આવી પહોંચતા અપહરણ કરતી ટોળકી બાળકને છોડી ફરાર થઈ ગઈ  હતી.

આ વિદ્યાર્થીઓએ  હિંમત કરીને શાળામાં પહોંચીને શાળાના આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી. અને શાળાના આચાર્યએ લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જ્યારે સમગ્ર ઘટનાની વાયુ વેગે આખા તાલુકામાં પ્રસરી જતા વાલીઓમાં ભય ફેલાયો હતો. નસવાડી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.

Latest Stories