Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: બોડેલીમાં આભ ફાટ્યું; ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાયા

બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા.

X

છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સાથે ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

છેલ્લા બે દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં આભ ફાટ્યું છે. અહીં અવિરત ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી જોવા મળી રહી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળતાં ઘરમાં માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. બોડેલી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે નવા નીરની આવક થતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.

જોકે, વરસાદ વરસતા વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે પરંતુ પાણી ભરાવાના કારણે જન જીવન પર પણ પ્રભાવિત છે.

Next Story