છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાય જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો સાથે જ ભારે વરસાદના કારણે કવાંટની નાની ટોકરી નજીકથી પસાર થતી ટોકરવા, ધામણી અને દુદવાલ નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધામણી નદીનું પાણી કોઝ-વે ઉપર પાણી ફરી વળતા 40થી વધુ ગામના સ્થાનિકોને જીલ્લા મથકે જવા મુશ્કેલી પડી હતી. જોકે, સમગ્ર પંથકમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.