છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ભેખડીયા ખાતે ચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં સંચાલકોની બેદરકારીના કારણે બે બાળકોના ચેક ડેમમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ભેખડીયા ખાતે ચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા 20 જેટલા બાળકોને સંસ્થાના સંચાલકો ઘાસ કાપવા માટે ચેકડેમ પર લઈ જતા બાળકોને પરત લઈ જવામાં સંસ્થા સંચાલકોએ બાળકોની ગણતરી ના કરી જેમાં પોપટ કમલેશ -15 વર્ષ અને કેશવ અમરસિંહ -15 વર્ષ નામ બે બાળકો ત્યાં રહી જતા ચેકડેમમાં ડૂબી જતા 15 કલાક બાદ છોટાઉદેપુર નગરપાલીકાની ટીમ દ્વારા બન્ને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા ત્યારે જે બાળકો ડૂબ્યા હતા તે પરિવારની દીકરી પણ આ છાત્રાલયમાં રહે છે તે દીકરીએ આક્ષેપ કર્યો હતો કે કાયમ માટે ઘાસ કાપવા માટે લઈ જવામાં આવે છે અને મજૂરી કામ કરવામાં આવે છે જયારે આદિવાસી બાળકોનું શોષણ થાય છે