સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. આ વરસાદના પગલે ચોટીલા તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. એમાય ચોટીલા પાસેના પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. જેમાં ચોટીલા પંથકમાં અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ વરસાદી મહેરથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ચોટીલા પંથકના લોકોએ રાહતનો દમ લીધો હતો.
આ વરસાદના પગલે ચોટીલા તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. અઢી ઈંચ વરસાદમાં ચોટીલા પાણી-પાણી થઈ ગયુ હતુ. અને નીચાણ વાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. એમાય ચોટીલા પાસેના પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા.