Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલામાં ત્રિવેણી ડેમ 80 ટકા ભરાયો; પાંચ જેટલા ગામોને કરાયા એલર્ટ

ચોટીલામાં ત્રિવેણી ડેમ 80 ટકા ભરાયો, પાંચ જેટલા ગામોને અપાઈ ચેતવણી.

X

રાજયમાં વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ સાર્વત્રિક વરસાદના પગલે ચોટીલામાં આવેલ ત્રિવેણી ડેમ 80 ટકા ભરાઈ જતાં પાંચ જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

સમગ્ર ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમા આવેલા ત્રિવેણી ડેમની સપાટી 80 ટકા જેટલી થઈ ગઈ છે જેના પગલે તંત્ર સતર્ક થયું છે.

ચોટીલાના રામપરા, હાથીજરદીયા, શેખલીયા, મેવાસા, લોમાકોટડી સહિત પાંચ ગામમાં વરસાદી માહોલ વચ્ચે એલર્ટ કરવામાં આવ્યા છે. ત્રિવેણી ડેમમાં પાણીની આવક થતાં ઓવરફ્લો થવાની શકવાની શક્યતા જોવા મળી રહી છે. જેને લીધે નદીના પટમાં હેરાફેરી ન કરવા તેમજ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

Next Story
Share it