/connect-gujarat/media/post_banners/e8d24d92df726b1dde7aa7a9e07daeae33205c5aed609b709db2ee65a02b2493.webp)
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે.અત્યાર સુધી ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં વધુ 5 નો ઉમેરો થશે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકા બનશે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપામાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીનો સમાવેશ કરાયો છે. આ શહેરો જલ્દી જ અપગ્રેડ થશે. તેવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચાર અફવા છે.શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમારે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. આ સમાચાર એક અફવા છે. ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે તેવા જે સમાચારો મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી.