Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લાના ગામડાઓને ધમરોળતો "મેઘો", અવિરત વરસાદથી ગ્રામ્ય વિસ્તારો તરબોળ થયા

અમરેલી જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અવિરત વરસાદના કારણે અનેક ચેકડેમો છલકાયા છે

X

અમરેલી જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અવિરત વરસાદના કારણે અનેક ચેકડેમો છલકાયા છે, તો બીજી તરફ નદીઓમાં પણ ચોમાસાનું પહેલું પૂર જોવા મળ્યું છે.

અમરેલી તથા ખાંભા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગત મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા નવા નીર આવ્યા છે. તો બીજી તરફ ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરતપણે વરસી રહ્યો છે. તો બીજી તરફ રાજુલાથી રીંગણિયાળા તરફ જતાં કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અમરેલીના રાજુલા, ખાંભા, નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ સહિત વાકીયાની આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, તે સમયે ધરતીપુત્રો વરસાદની કાગડોળે રાહ જોય રહ્યા હતા, ત્યારે હવે વરસાદના કારણે ખેડૂતના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે.

Next Story