Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદના કારણે સરકાર એક્ષનમાં, CM ભુપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક

રાજયમાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે સી.એમ.ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી વિવિધ જિલ્લાના કલેક્ટરને સૂચના આપી હતી

X

રાજયમાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે સી.એમ.ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી વિવિધ જિલ્લાના કલેક્ટરને સૂચના આપી હતી

ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા બેઠક કરીને જિલ્લા કલેકટરનો જરૂરી સૂચનોઓ આપી હતી.રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું હતું કે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે.ભારે વરસાદના કારણે પોરબંદર અને કચ્છના બે નેશનલ હાઈવે પર પાણી ઉપરથી જવાના કારણે બંધ છે. જ્યારે ૧૦ સ્ટેટ હાઈવે ઓવર ટોપિંગના કારણે અને ૨૭૧ પંચાયત હસ્તકના એમ કુલ ૩૦૨ રોડ બંધ છે જે પાણી ઓછું થવાથી શરૂ થઈ જશે. હાલ ૭૩૬ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.તેમણે કહ્યું હતું કે,જૂનાગઢ વલસાડ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની મોટી આવક થઇ છે. જેમાં નર્મદા ડેમ ૬૭ ટકા જ્યારે ૪૬ ડેમો સંપૂર્ણ ભરાયા છે.એનડીઆરએફ,એસડીઆર એફની કુલ નવ ટીમો ભારે વરસાદવાળા જિલ્લામાં તહેનાત કરી છે. આમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બે- બે ટીમ જૂનાગઢમાં રાહત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૫૮ લોકોના રેસ્ક્યુ કરાયા છે.માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો આપી છે

Next Story