પોરબંદર કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીજીને જન્મ જયંતી પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે.વધુમાં CM પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે

New Update

પોરબંદરમાં ગાંધી જયંતી નિમિત્તે યોજાયો કાર્યક્રમ

કીર્તિ મંદિરમાં CMએ ગાંધીજીને પુષ્પાંજલિ કરી અર્પણ  

CMએ સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા કર્યો અનુરોધ

CMએ ગાંધીજીના સંસ્મરણોને પણ યાદ કર્યા 

બાપુના ત્યાગ,તપસ્યા અને બલિદાનથી આઝાદીના મીઠા ફળ મળ્યા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન પણ કર્યું હતું.

પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી,અને જણાવ્યું હતું કેપૂજ્ય બાપુના ત્યાગતપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે.

અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે.વધુમાં CM પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કેપ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતામાં જોડાવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો,વધુમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા,ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના આમંત્રિતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories