ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે : હવામાન વિભાગ

હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

New Update
  • રાજ્યમાં હાલ થઈ રહ્યો છે સામાન્ય ઠંડીનો અનુભવ

  • અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો

  • જ્યારે કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો

  • મુખ્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર

  • કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો

ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકેઅમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગતરોજ નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેથી નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતુંજ્યારે ડીસામાં 1.2 ડિગ્રી લ્સિયસનો ઘટાડો થયો હતો. ગુજરાતના મુખ્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. તો બીજી તરફરાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણેતા. 3થી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી અનુભવાશેઅને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ ઠંડીનો ચમકારો રહેશેજ્યારે તા. 7મી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં વધારો થશે.

Latest Stories