આ તારીખથી ગુજરાતમાં ઠંડી હાજા ગગડાવશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે....

New Update
Cold Wave Forecast

આગાહીકાર અંબાલાલ પટેલની ઠંડીને લઈ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. 

અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.

Latest Stories