મહેસાણાના આસજોલ ગામથી સાયકલ લઈને અયોધ્યા જવા નીકળેલા વૃદ્ધમાં જોવા મળ્યો ભક્તિ અને શક્તિનો “સંચાર”

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

New Update
મહેસાણાના આસજોલ ગામથી સાયકલ લઈને અયોધ્યા જવા નીકળેલા વૃદ્ધમાં જોવા મળ્યો ભક્તિ અને શક્તિનો “સંચાર”

હાલમાં અનેક લોકો અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા જઇ રહ્યા છે, ત્યારે મહેસાણાના આસજોલ ગામથી 74 વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને અયોધ્યા તરફ જવા નીકળ્યા છે. જેઓ સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવી પહોચતા યુવાનોને પણ શરમાવે તેમ પવનની ગતિએ સાયકલ દોડાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત સહીત દેશભરમાં તૈયારીઓ પુરજોશમાં જોવા મળી રહી છે. વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ જોવા મળી રહ્યા છે, ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામના 74 વર્ષીય વૃદ્ધ પ્રહલાદ પટેલ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે. જેઓ સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવી પહોચ્યા હતા, અને રાત્રી રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા પવનની ગતિએ સાયકલ દોડાવી હતી. તેઓએ નિવૃત્તી બાદ સાયકલ લઈને ધર્મસ્થાનો પર જવું અને પાછા સાયકલ પર જ ઘરે પરત આવવાનો આગ્રહ રાખ્યો છે, ત્યારે પ્રહલાદ પટેલમાં આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળી છે. એટલું જ નહીં, રસ્તામાં “જય શ્રીરામ, જય શ્રીરામ”ના નારા લગાવતા વૃદ્ધ પવનની ગતિએ સાયકલ દોડાવતા જોવા મળ્યા હતા. આસજોલથી અયોધ્યા 1,280 કિમીનું અંતર છે, ત્યારે તેઓ રોજનું 110થી 120 કિમી અંતર કાપી રહ્યા છે.

Latest Stories