/connect-gujarat/media/post_banners/f690295ebcc7d799173bb9b8713b68aaff75a4fe94c9b7b411b275973167cd6e.webp)
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ર્ડાક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો.વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો..