નવતર 'અભિગમ : મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને અપાતું કોમ્પુટર જ્ઞાન-અંગ્રેજી બોલવાની તાલીમ

આજના આધુનિક યુગમાં મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનો પાછળના રહી જાય તે માટે દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી કોમ્પુટર ક્લાસ અને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી રહી છે.

નવતર 'અભિગમ : મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને અપાતું કોમ્પુટર જ્ઞાન-અંગ્રેજી બોલવાની તાલીમ
New Update

આજના આધુનિક યુગમાં મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનો પાછળના રહી જાય તે માટે દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી કોમ્પુટર ક્લાસ અને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી રહી છે.

ભારત એ ડિજિટલ તરફ આગળ કૂચ કરી રહ્યું છે. હાલમાં મોટા ભાગની વસ્તુઓ માટે કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો છે, ત્યારે આ દૂધ ઉત્પાદક સાથે જોડાયેલ બહેનો એટલે પશુપાલન કરતી મહિલાઓ પણ ડિજિટલ યુગ તરફ વળે અને કોમ્પુટર જ્ઞાન અને પોતાના જીવનમાં થોડું ઘણું ઇગ્લીશ ભાષાનો પણ ઉપયોગ કરે તે હેતુથી હાલ દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં 240 લેપટોપ લગાવેલી 2 વાન દ્વારા પશુપાલક મહિલાઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં બેઝિક અંગેજી, બેઝિક કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખવાડવામાં આવી રહ્યું છે.

મહેસાણા જિલ્લોએ પશુપાલન ક્ષેત્રે ગુજરાતમાં જાણીતો જિલ્લો છે. મહેસાણાનું દૂધ દેશના ખૂણે ખૂણે સુધી લોકોના ઘરે પહોચ્યું રહ્યું છે. હાલમાં મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 5 ગામથી બહેનોને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. હાલમાં એક ગામમાં 800 લોકોને આધુનિક ટેકનોલોજી સાથે વિવિધ અભ્યાસક્રમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક ગામમાં 300 વિધાર્થીઓ, 300 મહિલા પશુપાલક અને 200 વિધાર્થીઓને શિક્ષણ આપવાની યોજના હાલમાં અમલમાં છે. આગામી દિવસોમાં મહેસાણા ડેરીના કાર્યકમ ક્ષેત્રમાં આવતા તમામ ગામોમાં આ પ્રોજેક્ટને શરૂ શરૂ કરવામાં આવશે તેવું દૂધ સાગર ડેરીના ચેરમેને જણાવ્યુ હતું.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Mehsana #training #Mehsana News #Milk Product #English Speaking Training #Mehsana Dudh Sagar Dairy #dudh sagar dairy
Here are a few more articles:
Read the Next Article