Connect Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ...

ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે.

X

ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૭.૫ લાખ આવાસ શહેરી વિસ્તારમાં અને ૪.૦૬ લાખ આવાસ ગ્રામીણ વિસ્તારમાં નિર્માણ પામ્યા છે. ગુજરાત આ યોજનાના અમલીકરણમાં દેશમાં અગ્રેસર છે. વર્ષ ૨૦૨૨માં તો ગુજરાતને આ યોજના માટે ૭ કેટેગરીમાં એવોર્ડ મળ્યા. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત સરકારે ૬ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ ૪૫ કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવી છે. એટલું જ નહીં, મહિલા સશક્તિકરણની દિશામાં આગેકૂચ કરતા મહિલા લાભાર્થીઓને આવાસની સાથે શૌચાલયના બાંધકામ માટે ૧૯ કરોડ રૂપિયાથી વધુની રકમ પ ચુકવાઈ છે. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબ-મધ્યમ વર્ગના ચહેરા પર સ્મિત આણ્યું છે.

Next Story