જુનાગઢ : સાસણ ગીર અભ્યારણ્ય અને જંગલ વિસ્તારના પ્રાણીઓ માટે પાણીના કૃત્રિમ કુંડનું નિર્માણ

પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

જુનાગઢ : સાસણ ગીર અભ્યારણ્ય અને જંગલ વિસ્તારના પ્રાણીઓ માટે પાણીના કૃત્રિમ કુંડનું નિર્માણ
New Update

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વન્યપ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જુનાગઢ ના સાસણ ગીર અભ્યારણ્ય અને ગીરનારના જંગલમાં કૃત્રિમ પાણી ના પોઇન્ટ બનાવવામાં આવ્યા. ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ગીર જંગલમાં દર બે થી ત્રણ કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવી છે.

અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જેથી જીવજંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.ખાસ કરીને જંગલ વિસ્તારમાં ચાર પ્રકારે પાણીનાં પોઈન્ટ કામ કરી રહ્યા છે. જેમાં સોલાર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે.તેની બાજુમાં સોડિયમની ઈંટ પણ મૂકવામાં આવી છે જેથી વન્ય પ્રાણીઓ તેની જરૂરિયાત મુજબ ઈંટને ચાટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે છે. વન્ય પ્રાણીઓને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે વનવિભાગ સજ્જ છે.

#ConnectGujarat #Junagadh #જુનાગઢ #Sasan-Gir #forest area #Gir Sanctuary #forest area animals. #સાસણ ગીર અભ્યારણ્ય #સાસણ ગીર #જંગલ વિસ્તાર #કૃત્રિમ કુંડ
Here are a few more articles:
Read the Next Article