પાવાગઢમાં જૈનધર્મની 500 વર્ષ જૂની પ્રતિમાઓ હટાવાતા વિવાદ,ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

યાત્રાધામ પાવાગઢ ખાતે જૈનધર્મની કેટલીક મૂર્તિઓ હટાવી લેવાતા સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાથી કેટલાક અગ્રણીઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પાવાગઢ પહોંચ્યા હતા.

New Update
વડોદરા
Advertisment
Advertisment
યાત્રાધામ પાવગઢનો બનાવ
જૈન ધર્મની પ્રતિમાઓ હટાવી લેવાય
500 વર્ષ જૂની પ્રતિમાઓ તોડી પડાતા જૈન સમાજમાં રોષ
ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાયુ
વડોદરાથી જૈન આગેવાનો પાવાગઢ પહોંચ્યા
Advertisment
યાત્રાધામ પાવાગઢ ખાતે જૈનધર્મની કેટલીક મૂર્તિઓ હટાવી લેવાતા સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાથી કેટલાક અગ્રણીઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પાવાગઢ પહોંચ્યા હતા

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વડોદરા ખાતેથી પણ જૈન સમાજના કેટલાક અગ્રણીઓ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે વિરોધ નોંધાવ્યો હતો

Latest Stories