રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો પગ પેસારો, કોરોનાના વધુ 4 કેસ નોંધાયા

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ બનાસકાંઠા આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

New Update
Covid-19 : રાજ્યમાં આજે 4205 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના મોત

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ બનાસકાંઠા આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

રાજ્યમા હવે ધીરે ધીરે ફરી એકવાર કોરોના પગ પેસારો કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો આ તરફ કેન્સરની સારવાર લઇ રહેલા 73 વર્ષીય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બનાસકાંઠા આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો જામનગરમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે. એક જ પરિવારના ચાર સભ્યો હાલ જ કેરલથી પરત ફર્યા હતા, જે બાદ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે તમામ કોરોનગ્રસ્ત લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોકુલનગર, ઘાંચી વાડ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. નવા વેરિયન્ટનો LF.7નો પ્રથમ કેસ નોંધાયો હતો. રાજ્યમાં કોરોનાના કુલ 28 દર્દીઓ સારવાર હેઠળ. LF.7 વેરિયન્ટના સમગ્ર દેશમાં 4 કેસ નોંધાયા હતા. થાક લાગવો,કફ,તાવ અને સ્નાયુમાં દુખાવો સહિતના તેના લક્ષણો છે

Latest Stories