ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી દ્વારા થતું વિવિધ કાર્યક્રમોનું આયોજન
બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન
હાંસોટની કાકા બા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાય
રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, હાંસોટ ભાજપ પ્રમુખ અનંત પટેલ, યુવા ભાજપ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.