ઢોકલીયા હોસ્પિટલના ટ્રસ્ટીઓની મુશ્કેલી વધી
કોર્ટે કર્યો પોલીસ ફરિયાદનો આદેશ
પાંચ ટ્રસ્ટીઓ સામે નોંધાઈ ફરિયાદ
ગામના આગેવાને ગેરરીતિ મુદ્દે કરી હતી ફરિયાદ
પોલીસે સઘન તપાસના ચક્રો કર્યા ગતિમાન
છોટાઉદેપુરના બોડેલી ખાતેની ઢોકલીયા હોસ્પિટલ વિવાદોના વમળમાં ફસાઈ છે, ગામના આગેવાન દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદને પગલે કોર્ટે હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદનો આદેશ કર્યો હતો.જેના પગલે પોલીસે ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ મામલે ગામના આગેવાન દ્વારા બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી.અને કોર્ટ દ્વારા હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. ફરિયાદમાં હોસ્પિટલમાં અત્યાર સુધી 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા જેમાંથી 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે એક ટ્રસ્ટી દેશ છોડી અન્ય દેશમાં સ્થાયી થયા છે.અને અન્ય દેશનું નાગરિકત્વ પણ મેળવી લીધું છે. છતાં આ તમામ ટ્રસ્ટીઓને ચાલુ બતાવીને ઠરાવો કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફરિયાદીએ અગાઉ છ મહિના પહેલા બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પરંતુ બોડેલી પોલીસે ફરિયાદ ન લેતા ફરિયાદીએ બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી.જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા પોલીસે હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ કંચન પટેલ,રજનીકાંત ગાંધી,ઈશ્વર ઠક્કર,બાબુલાલ પટેલ તેમજ શાંતિલાલ પટેલ સામે ફરિયાદ નોંધી છે..