કાગડાને મળ્યુ મોત તો ભુંડને મળી નવી જીંદગી, રાજયમાં બની જીવ સટોસટની બે ઘટના

ગુજરાતમાં આજનો દિવસ જીંદગી અને મોતનું મુલ્ય સમજાવતો રહયો હતો. સાસણગીરમાં સિંહોએ કાગડાનો શિકાર કર્યો હતો

કાગડાને મળ્યુ મોત તો ભુંડને મળી નવી જીંદગી, રાજયમાં બની જીવ સટોસટની બે ઘટના
New Update

ગુજરાતમાં આજનો દિવસ જીંદગી અને મોતનું મુલ્ય સમજાવતો રહયો હતો. સાસણગીરમાં સિંહોએ કાગડાનો શિકાર કર્યો હતો તો વડોદરાના હાલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ભુંડ મગરનો શિકાર થતાં સહેજમાં રહી ગયું હતું.

રાજયમાં બનેલી બંને ઘટનાઓને વિસ્તારથી જોતા પહેલાં જાણીતા કવિ સ્વ. ખલીલ ધનતેજવીની એક કાવ્યપંકિતને યાદ કરીએ. પંકિત કઇ આ પ્રમાણે છે, ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર, મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. બસ આવું જ કઇ વડોદરાના હાલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જોવા મળ્યું.. નર્મદાની આ કેનાલમાં ખુંખાર મગરોનો વસવાટ છે અને કેનાલમાં કોઇ પડી જાય તો તે મગરોનો શિકાર બની જાય.. આ કેનાલમાં એક ભુંડ ખાબકયું હતું અને ભુંડનો શિકાર કરવા માટે એક વિશાળકાય મગર પહોંચી જાય છે. ચારે તરફ કેનાલના પાણી અને વચ્ચે મગરના રૂપમાં ઝળબતું મોત.. હીમંત હાર્યા વિના ભુંડ મગરનો મુકાબલો કરે છે અને હેમખેમ કેનાલ પાર કરી દે છે. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ થઇ રહયો છે....

બધા જ પ્રાણીઓ ભુંડ જેટલા નસીબદાર નથી હોતા.. હવે જોઇએ સાસણગીરનો વિડીયો.. આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે ચાર જેટલા બાળસિંહ પાણીના કુંડની પાસે બેઠા છે અને તેમાંથી એક બાળ સિંહ કાગડાના બચ્ચા સાથે રમત રમી રહયો છે..

કાગડાનું બચ્ચું ઉડી શકતું નથી અને અચાનક એક બાળસિંહ આવીને કાગડાના બચ્ચા તરફ ધસી આવે છે. જે સિંહ ક્ષણો પહેલાં કાગડાના બચ્ચા પર હેત વરસાવી રહયો તો તે અચાનક શિકારી બની જાય છે અને કાગડાના બચ્ચાનો શિકાર કરી તેની મિજબાનની માણે છે.

#Gujarat #Connect Gujarat #Lion Viral Video #forest department #Asiatic Lion #gujarat forest #Junagadh Gir #Lion Attack Crow #Crocodiel And Pig Fight #Crocodiel #Gir Lion Video
Here are a few more articles:
Read the Next Article