ગુજરાતની સહકારી-અર્બન બેંકો પર સાયબર એટેકથી કરોડના વહેવારો 3 દિવસથી ઠપ

ગુજરાતની સહકારી બેંક અને તેને સંલગ્ન 13 જિલ્લા બેંકો અને 150 અર્બન બેંકોની કામગીરી 3 દિવસથી કરતાં વધુ સમયથી ખોરવાઈ ગઈ છે.

bank server
New Update

ગુજરાતની સહકારી બેંક અને તેને સંલગ્ન 13 જિલ્લા બેંકો અને 150 અર્બન બેંકોની કામગીરી 3 દિવસથી કરતાં વધુ સમયથી ખોરવાઈ ગઈ છે.

જેના કારણે રાજયની સહકારી અને અર્બન બેંકના અંદાજિત 2500 કરોડના વ્યવહારો પર અસર પડી છે. આ અંગે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક દ્વારા જણાવાયું છે કે, બેંકના સોફ્ટવેર એપ્પમાં પ્રોબ્લેમ થવાથી બેંકની કામગીરી અટવાઈ છે. તેને ઉકેલવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક અને તેને સંલગ્ન 13 જિલ્લા અને 150 અર્બન બેંકોની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ખોરવાઈ ગઈ છે. જેના કારણે સહકારી બેંકોના લાખો ખાતેદાર છેલ્લા 3 દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજ્યની તમામ સહકારી બેંકોમાં કામગીરી ઠપ થવાના કારણે રાજ્યની 160 જેટલી સહકારી બેંકના લાખો ખાતેદાર સમસ્યામાં મુકાયા છે. આજે સતત ત્રીજા દિવસે પણ સહકારી બેંકોના ક્લિયરિંગ બંધ રહ્યા છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બેંકના સોફટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટિફાય થતા આ સમસ્યા સર્જાય છે.

આ સમસ્યાને હલ કરવા માટે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ની એપ્પમાં ઊભા થયેલા પ્રોબ્લેમને દૂર કરવા માટે ટીસીએસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. તેનું ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે બેંક દ્વારા ટ્રાંજેક્શન હોલ્ડ પર રાખવામાં આવ્યા છે.ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક અને તેને સંલગ્ન સહકારી બેંકો અને અર્બન બેંકોમાં રોજના રૂપિયા 700 થી 800 કરોડના વ્યવહારો પર અસર પડી છે. એટલે કે, ત્રણ દિવસમાં રાજ્યની બેંકોના અંદાજિત 2100 થી 2500 કરોડના વ્યવહારો પર અસર પડી હોવાનું જાણવા મળ્યું છે,વધુમાં આ સમસ્યાનો વહેલી તકે નિવેડો આવી જશે અને બેંકની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.  

#Gujarat #CGNews #government #bank #Server Down #Cyber ​​attack
Here are a few more articles:
Read the Next Article