ગુજરાત પર અસના ચક્રવાતનું સંકટ,સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડા સાથે વરસી શકે છે વરસાદ

ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં, શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાય અને ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે.

Asana Cyclone Update
New Update

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ બાદ હવે ચક્રવાતનું સંકટ ઘેરાયું છે,અને અસના વાવાઝોડાનો ખતરો મંડરાતા ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત અસનાનો ખતરો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાંશુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાય અને ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે.

સંભવિત અસના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવીઅબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે આ ત્રણ તાલુકાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારમાં 60-65 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

#Connect Gujarat #Cyclone #Cyclone Update #અસના ચક્રવાત #અસના વાવાઝોડુ #asani cyclone #વાવાઝોડાની આગાહી #Asana Cyclone Update
Here are a few more articles:
Read the Next Article