/connect-gujarat/media/post_banners/4ae59ab3cda0eaf5396fed7c958914ac39fcc43378df9098da8c3e0d0e40d45b.jpg)
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતનાં તમામ દરીયા કિનારા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વાવાઝોડાએ દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સલામતરીતે ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ.8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જામનગર શહેરમાં બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.