ફરીવાર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય! રાજ્યમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.

New Update
circulation

ભર ઉનાળે ફરી ચોમાસા જેવો માહોલ જોવા મળશે. ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે.

જેના કારણે હવામાનમાં પલટો આવશે અને ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે તે જોઈએ.

હવામાન વિભાગ જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે સાત દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. 21થી 24 મેના અમુક જિલ્લામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આજે 18મી તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 19 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 20 મેના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

21 મેના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 મેના રોજ એટલે કે, ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

23 અને 24 મેના ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.