Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : સાયલન્સર ચોરી કરતી ટોળકી સકંજામાં, 95 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા, સાયલન્સરમાં રહેલી માટીના મળે છે ઉંચા મોલ.

X

રાજયમાં ઇકો સહિતના કારના સાયલન્સરમાં આવતી ખાસ પ્રકારની માટીની ઉંચી કિમંત મળતી હોવાથી તસ્કરો હવે આ માટી માટે સાયલન્સરની ચોરી કરી રહયાં છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાયલન્સર ચોરી કરતી ટોળકીના 14 સાગરિતોને ઝડપી પાડયાં છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સાયલેન્સર ચોરી ચોરી કરતી 5 ગેંગના 14 સાગરીતોને ઝડપી આતંરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. બાવળા, ધોળકા, રૂપાલ અને સાણંદના રહેવાસી એવા આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો.

આરોપીઓ અગાઉ રૂપાલ ગામના રહેવાસી આશીફ પાર્ટીની ગેંગના સાગરિતો હતો.આશીફ પાર્ટી ગેંગમાં ચોરીનાં પૈસાના ભાગલા પાડવા બાબતે મનદુઃખ થતા અલગ અલગ 5 ગેંગ બનાવી હતી. આ ટોળકીએ 64 સાયલન્સર તથા 31 ઢોર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ અલગ અલગ સ્થળોએથી આ આરોપીઓને દબોચી લીધાં છે.

મુખ્ય આરોપી આસિફ ઉર્ફે પાર્ટી વ્હોરા સહિત 14 સાગરિતો જેલના સળિયા ગણી રહયાં છે. તેમની પાસેથી ઇકો કારના 12 સાયલન્સર, 6 કીલો પ્લેટીનમની માટી અને 10 મોબાઇલ ફોન તથા ચાર કાર સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.


Next Story
Share it