Connect Gujarat
ગુજરાત

દાહોદ : 6 નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત 3 લોકોની ધરપકડ

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરીના બહુચર્ચિત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના મુખ્યા એવા તત્કાલીન હાલ નિવૃત IAS અધિકારીની ધરપકડ કરાતા કૌભાંડ મામલે સમગ્ર વહીવટી તંત્ર સહીત રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્તિથી સર્જાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે રૂ. 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં નકલી સરકારી અધિકારી અંકિત સુથારનો 4 દિવસ પહેલા જ દાહોદ પોલીસે ટ્રાન્ફર વોરંટથી છોટાઉદેપુર પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં પોલીસની પુછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા અંકિત સુથારે કર્યા હોવાનું સૂત્રો દ્વારા ધ્યાનમાં આવ્યું છે. ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારીને કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ દાહોદ પોલીસે ટેક્નિકલ સોર્સ અને ક્રોસ વેરિફિકેશન સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરતા વહીવટી તંત્રમાં છુપાભય સાથે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યવ્યાપી આ કૌભાંડમાં પ્રાયોજના અમલદારની સાથે સાથે અન્ય કઈ કચેરીના કયા અધિકારી સામેલ છે..?, કે કયા કર્મચારીની સંડોવણી છે..? તેની ચર્ચા સરકારી વર્તુળોમાં તો થઈ જ રહી છે. પરંતુ એથી વિશેષ સમગ્ર કૌભાંડમાં ક્યાં રાજકીય દેવનો હાથ હતો, તે દિશાની તપાસ પણ આરંભાઈ તેવી દહેશતના પગલે રાજકીય વર્તુળમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તપાસનો દોર હજુ કેટલા મોટા માથાઓનો ભોગ લે છે તે જોવું રહ્યું. જોકે, સમગ્ર કૌભાંડમાં દાહોદ કચેરીમાં 100 જેટલા કેસ પૈકી 82 જેટલા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી બી.ડી.નિનામાના સમયગાળા દરમિયાન જ મંજૂર કરાયા હોવાનું બહાર આવવા પામ્યું છે, ત્યારે આ અધિકારી અન્ય સાથીદારોના નામ ઓકશે કે, તેઓને બચાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પણ હાલ તો સમગ્ર મામલે જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.

Next Story