દાહોદ : ચપ્પુના 5થી વધુ ઘા ઝીંકી જમીન દલાલની ધોળે દહાડે ઘાતકી હત્યા, પોલીસ તપાસ શરૂ...

દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં ગત સમી સાંજે ચપ્પુના પાંચથી વઘુ ઘા મારી જમીન દલાલની ઘાતકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો

New Update
દાહોદ : ચપ્પુના 5થી વધુ ઘા ઝીંકી જમીન દલાલની ધોળે દહાડે ઘાતકી હત્યા, પોલીસ તપાસ શરૂ...

દાહોદ શહેરના દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં ગત સમી સાંજે ચપ્પુના પાંચથી વઘુ ઘા મારી જમીન દલાલની ઘાતકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હત્યારાની ઓળખ કરવા પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફંફોસવાની કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર, દાહોદના હમીદી મહોલ્લામાં રહેતાં યુનુસ હામીદી જમીન અને મકાન દલાલીનો ધંધો કરતા હતા. યુનુસભાઇ ગત સાંજના 5.30 વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતા, ત્યારે દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સાંકડા રસ્તે ટ્રાફિક થતાં બાઇક કાઢવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા અજાણ્યા બાઇક સવાર યુવકે તેની પાસેનું ચપ્પુ કાઢી યુનુસભાઇની છાતીના ભાગે ઉપરા-છાપરી ઘા મારી દીધા હતા, ત્યારે લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર જ યુનુસભાઇ ફસડાઇ જતાં હુમલાખોર યુવક બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. ગંભીર બનાની જાણ થતાં જ ઘટના સ્થળે ધસી આવેલી પોલીસે સીસીટીવી કેમેરા ફંફોસવા સહિતની વધુ તપાસ શરૂ કરી હતી. જોકે, બાઇક પસાર કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં આટલા ઝનુનથી કરાયેલો હુમલો પૂર્વયોજિત હોવાની પણ પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.

Latest Stories