દાહોદ : પ્રેમીએ પ્રેમિકાને રૂ. 75 હજારમાં વેંચી મારવાના મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ...

જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
દાહોદ : પ્રેમીએ પ્રેમિકાને રૂ. 75 હજારમાં વેંચી મારવાના મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ...

દાહોદ જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. દાહોદમાં છેલ્લા દોઢ વર્ષ પૂર્વેના બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં રેલવેમાં હોકર્સ તરીકે કામ કરતા પરિણીત યુવકનું કારસ્તાન સામે આવ્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યા બાદ રૂ. 1 લાખમાં સોદો કર્યો હતો. પ્રેમીએ મિત્રના સબંધી રાજસ્થાનના ઈસમ સાથે લગ્ન કરાવવા સોદો કર્યો હતો, જેમાં પ્રેમીએ ખરીદનાર ઈસમ સામે પોતાની ભાઈ તરીકે ઓળખ આપી હતી. રૂ. 75 હજારમાં શોદો નક્કી થયા બાદ બન્ને ઈસમોએ પૈસાનો ભાગ પાડ્યો હતો. જોકે, સગીરાને ભગાડી જનાર પ્રેમી, દલાલ અને ખરીદનાર ત્રણેયની દાહોદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.