Connect Gujarat
ગુજરાત

દાહોદ: ચૂંટણીના સમયમાં ખાનગી બસમાંથી ઝડપાય કરોડોની રકમ અને ચાંદીનો મોટો જથ્થો !

દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ.1.28 લાખ રોકડા અને 22 કીલો ચાંદી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ.1.28 લાખ રોકડા અને 22 કીલો ચાંદી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના પીટોલમાં શનિ-રવિવારની રાત્રે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક ટ્રાવેલ્સમાંથી 1.28 કરોડ રોકડા અને 17 લાખ રૂપિયાની કિંમતની 22 કિલો ચાંદી કબજે લેવામાં આવી હતી. એમપી-13-ઝેડએફ -6432 નંબરની રાહુલ ટ્રાવેલ્સ ઇન્દોરથી રાજકોટ જઇ રહી હતી. ત્યારે શનિ-રવીવારની રાતના એક વાગ્યાના અરસામાં પીટોલ બોર્ડર પર બનાવેલી ચોકી પર પોલીસે ચેકિંગ માટે ટ્રાવેલ્સને રોકી હતી. ટ્રાવેલ્સની ડેકીની તલાશી લેતાં તેમાંથી 1.28 કરોડ રોકડા અને 17 લાખ રૂપિયાની 22 કિલો ચાંદીનો જથ્થો રાખેલી બેગ મળી આવી હતી. ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોને બેગ અંગેની પુછપરછ કરવામાં આવી હતી પરંતુ આ બેગ કોની છે તે કોઇ બતાવી શક્યુ ન હતું. પીથમપુર ગામના ટ્રાવેલ્સના ચાલક યોગેશ લખન તેમજ અન્ય સ્ટાફે પણ બેગ વિશે અજાણ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાસ્થળે જ બેગમાંથી મળેલી રોકડની ગણતરી સાથે ચાંદીને તોલી હતી. કાર્યવાહી 3 કલાક ચાલી હતી. પીટોલના ચોકી પ્રભારી પલ્લવી ભાભરે જણાવ્યુ હતુ કે, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે ગતિવિધિ રોકવા માટે કાર્યવાહી ચાલુ રાખ શે. આ રકમ ટ્રેજેરી ઓફિસમાં જમા કરાવી છે.

Next Story