Connect Gujarat
ગુજરાત

દાહોદ: કતવારામાં ગેરકાયદેસર દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર, સ્થાનિકોમાં ભારે રોષ

દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી

X

દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે હવે ગુજરાત ભરમાં ચાલી રહેલી ડિમોલેશનની પ્રક્રિયા હેઠળ દાહોદના તાલુકા વિસ્તારોમાં આવેલી સરકારી જમીનો ઉપર દબાણો કરી તેમાં મકાનો તેમજ વાણિજીયક વિસ્તાર ઉભો કરી દેવાની ફરિયાદોને લઈને સ્થાનિક વહીવટી તંત્રની ટીમોએ સીટી સર્વે વિભાગ પાસેથી સરકારી જમીનોની માપણી હાથ ધરવાની કાર્યવાહી કરી હતી જેમાં ખરેડી અને કતવારામાં આવેલી સરકારી પડતર જમીનો તેમજ ગૌચરની જમીનો ઉપર લોકોએ દબાણો કરી લેતા દબાણો ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ખરેડી ખાતેથી બે દિવસો અગાઉ વહીવટી તંત્રએ સરકારી પડતર જમીન પર ઉભા કરેલા મકાનો તેમજ દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આજે વહેલી સવારે કતવારા ગામમાં વહીવટી તંત્રની ટીમો સરકારી પડતર જમીનો ઉપર કરેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ગઈ હતી ત્યારે સ્થાનિક લોકોની અપીલને ધ્યાને રાખી એક દિવસમાં દુકાનો ખાલી કરવા અને ગેરકાયદેસર દબાણો હટાવી લેવા માટેની મુદ્દત આપવામાં આવી હોય વહીવટી તંત્રએ તેવી માહિતી અનુસાર લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીમાં જોતરાયા હતા અને તેને લઈને સ્થાનિક લોકો દ્રારા ગેરકાયદેસર દબાણો નહિ હટાવાય તો સોમવારથી વહીવટી તંત્રની ટીમો જેસીબી હિટાચી મશીન વડે સરકારી જમીનો પર કરેલા દબાણો તોડી પડાશે તેવી માહિતી મળી હતી અને તેને લઈને દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરીમાં જોતરાયા હતા

Next Story