દાહોદ : ઘીની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ સાગરીતોને ફૂડ-સેફ્ટી અધિકારી તરીકે મોકલી પૈસાની માંગણી કરી, જુઓ પછી શું થયું..!

ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી.

New Update
દાહોદ : ઘીની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ સાગરીતોને ફૂડ-સેફ્ટી અધિકારી તરીકે મોકલી પૈસાની માંગણી કરી, જુઓ પછી શું થયું..!

દાહોદના ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી. જેમાં પોલીસે 4 ઈસમોની દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઈલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો. પરંતુ થોડા સમય પહેલા કોઈક કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાઝ રાખીને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર 5 લોકો પહોચ્યા હતા, જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ ઝાડી નકલી ઘી બનાવો છો, તેમ કહી દબાવ ઊભો કર્યો હતો. ત્યારબાદ રૂપિયા 3 લાખની માંગણી પણ કરી હતી, જ્યારે ફેક્ટરી માલિક ફેક્ટરી ખાતે આવી પહોચતા, તેમને દાહોદ બી’ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.

સમગ્ર મામલે પોલીસે કથિત ફૂડ અને સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે હાજર 4 લોકોને ઝડપી પાડ્યા હતા. જોકે, એક શખ્સ ફરાર થયો હતો, ત્યારે પોલીસે ચારેય ઈસમોને પોલીસ મથકે લાવી અંગઝડતી કરતાં દેશી બનાવટની પિસ્ટલ અને 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. દાહોદ બી’ ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી વૈભવ ચૌહાણ, સુનિલ નાગર, રોહિત પરમાર, પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories