દાહોદ : ફતેપુરા-ગોંડલ રૂટની એસટી. બસના ચાલકની કરતૂત, દારૂ ઢીંચવા 10 KM દૂર બસ ભગાવી મુકી..!

દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ રૂટની એસટી. બસના ચાલકે કોઈને જાણ કર્યા વગર દારૂ ઢીંચવા માટે એસટી. બસને 10 કીમી દૂર ભગાવી મુકી હતી

New Update
  • ફતેપુરા-ગોંડલ રૂટની એસટી. બસના ચાલકની કરતૂત

  • કોઈને જાણ કર્યા વગર ચાલકે બસ ભાગાવી મુકી હતી

  • દારૂ ઢીંચવા માટે ચાલક બસને 10 કીમી દૂર લઈ ગયો

  • એસટી. બસ સાથે જ ચાલક નશાની હાલતમાં મળ્યો

  • પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ રૂટની એસટી. બસના ચાલકે કોઈને જાણ કર્યા વગર દારૂ ઢીંચવા માટે એસટી. બસને 10 કીમી દૂર ભગાવી મુકી હતીત્યારે એસટી. બસ સાથે જ બસનો ચાલક પણ નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. દારૂબંધી ફક્ત નામ પુરતી હોય તેમ લાગી રહ્યું છે. કારણે કેક્યારે ચણા-મમરા વેચતા હોય તેમ દારૂ વેચતા હોવાના વીડિયો સામે આવે છેતો ક્યારે જાહેરમાં લોકો દારૂ ઢીંચતા હોવાના વીડિયો પણ વાયરલ થાય છે. હવેતો સરકારી બાબુઓ પણ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં ઝડપાય છેત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરાથી ગોંડલ રૂટની એસટી. બસના ચાલકની કરતૂત સામે આવી છે. આ એસટી બસનો ચાલક કોઈને જાણ કર્યા વગર દારૂ પીવા માટે 12 નહીં પણ 10 કિલોમીટર દૂર સુધી એસટી. બસને લઈ પહોચી ગયો હતો.

જાણવા મળ્યા મુજબએસટી. બસ ઉપાડવાના સમયને વાર હતીત્યારે કંડકટર રેસ્ટ રૂમમાં આરામ કરતો હતોજ્યારે ચાલક એસટી. બસ લઈને પલાયન થઈ ગયો હતો. જોકેકંડક્ટરને બસ સ્ટેશનમાં બસ ન હોવાની જાણ થતાં ઉપરી અધિકારીઓને માહિતી આપી હતી. સમગ્ર મામલે એસટી. વિભાગના અધિકારીઓએ પોલીસને જાણ કરી બસ શોધવા નીકળ્યા હતાત્યાં તો ફતેપુરાથી 10 કિલોમીટર દૂર બટકવાડા ખાતેથી એસટી. બસ મળી આવી હતી. તો બીજી તરફબસનો ચાલક પણ નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories