Connect Gujarat
ગુજરાત

દાહોદ : ગરબાડામાં હોળી પૂર્વે યોજાયો ગલાલીયા હાટનો મેળો, રંગરસિયાઓ ઉમટ્યા...

રંગરસિયાઓ મેળાની મજા માણવા સાથે હોળી માટેની ખરીદી કરવા આવી પહોચ્યા હતા.

X

દાહોદ જિલ્લાના ગરબાડાનગરમાં હોળીના તહેવાર પૂર્વે ગલાલિયા મેળો ભરાયો છે, ત્યારે મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણવા સાથે હોળી માટેની ખરીદી કરવા આવી પહોચ્યા હતા.

આદિવાસી લોકો માટે હોળી પર્વ ઘણો મહત્વનો માનવમાં આવે છે. આદિવાસી લોકો મજૂરી કરવા અર્થે બહારગામ વસતા હોય છે, જેથી તેઓ વતન પહોંચી હોળીના તહેવાર પૂર્વે હોળી માટેની ખરીદી કરવા હાટ બજારમાં આવતા હોય છે. ગરબાડા નગરમાં ગલીયા હાટ નિમિત્તે મેળો ભરાયો હતો. ગરબાડાનગરમાં હોળીના તહેવાર પૂર્વે છેલ્લા હાટને ગલાલિયુ હાટ કહેવામાં આવે છે. આ મેળામાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે . તેથી આ હાટ બજારને ગલાલિયો હાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ અહી બાળકો તેમજ યુવાનો મેળાની મજા માણતાં નજરે પડતાં હોય છે.

Next Story