Connect Gujarat
ગુજરાત

દાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો

દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે

X

દાહોદ મના બોરડી ઈનામી ગામે નિર્માણ પામી રહેલ રેલવે ઓવરબ્રિજનું કામ બાકી હોવા છતા લોકાર્પણ કરી બાદમાં ફરીથી બંધ કરી દેવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ નવીન બની રહેલા રેલવે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાંએ અને લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાના એક દિવસ પહેલા જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરી દેવાયા બાદ ત્યારબાદ બ્રીજને પુનઃ બંધ કરી દેવાતા અને બ્રિજનું કામકાજ શરૂ કરી દેવાતા લોકોને પોતે છેતરાયા હોવાનો અનુભવ થયો હતો. 40 થી વધુ ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્યપ્રદેશને જોડતો આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે જીવાદોરી સમાન છે ત્યારે લાંબા સમય સુધી પણ આ ઓવરબ્રિજને શરૂ કરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે

Next Story