દાહોદ : જુઓ, વીજ કંપનીનો વીજ પોલ ટેકાના સહારે આવતા સ્થાનિકોએ કેવો કર્યો જુગાડ...

New Update
દાહોદ : જુઓ, વીજ કંપનીનો વીજ પોલ ટેકાના સહારે આવતા સ્થાનિકોએ કેવો કર્યો જુગાડ...

દાહોદ શહેરના ભરચક એવા ઘાંચીવાડ વિસ્તારમાં મધ્ય ગુજરાત વિધુત બોર્ડનો લોખંડનો વીજ પોલ છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના સહારે છે, ત્યારે વીજ નિગમ દ્વારા આ કામની કોઈ તસદી નહીં લેવાતા સ્થાનિકોમાં મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ફેલાયો છે.

દાહોદ શહેરનો લઘુમતી વિસ્તાર એવા ઘાંચિવાડમાંથી પસાર થતી મધ્ય ગુજરાત વીજ કંપનીની થ્રી ફેસ લાઈનનો લોખંડનો વીજ પોલ ખોખલો થઈ ગયો છે. જેના કારણે આ વીજ પોલ છેલ્લા ઘણા દિવસોથી એક તરફ નમી ગયો છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિકોએ લોખંડના પાઇપો મૂકી નમી ગયેલા વીજ પોલને ટેકો આપ્યો છે. જોકે, નવાઈની વાત તો એ છે કે, અહીના સ્થાનિકોએ વારંવાર આ મામલે વિધુત બોર્ડમાં ફરિયાદ કરી છે. તેમાં છતાં હજુ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીના કોઈ પણ કર્મચારી ઘાંચિવાડમાં ફરક્યાં નથી. જેથી સ્થાનિકોને લાગી રહ્યું છે કે, વીજ કંપનીના કર્મચારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે વહેલી તકે મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાંગી પડેલા લૂલા વીજ પોલને બદલી નવો વીજ પોલ લગાડવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories